• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Bhiloda's Notorious Accused Soko Dund Escapes From Police Custody During Parole; In The Wake Of The Incident, The Entire District Was Shocked

પોલીસને શર્મસાર કરતી ઘટના:ભિલોડાનો કુખ્યાત આરોપી સૂકો ડુન્ડ પેરોલ દરમિયાન પોલીસ જાપતામાંથી ફરાર; 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાતાં પોલીસ બેડામાં ખળભળાટ

અરવલ્લી (મોડાસા)10 દિવસ પહેલા

કોઈપણ આરોપીને પોલીસ દ્વારા ઝડપવામાં આવે છે. પછી કોઈને કોઈ કારણોસર ઝડપાયેલા આરોપી પેરોલ પર 10-15 દિવસમાં મુક્ત થતા હોય છે. ત્યારે રીઢા આરોપીઓને તેમના વતનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જાપતામાં રાખવામાં આવતા હોય છે અને આવા જાપતામાંથી જો આરોપી છટકી જાય ત્યારે પોલીસ માટે જાણે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવો ઘાટ થાય છે. ત્યારે આવી જ એક ઘટના ભિલોડા તાલુકામાં બનવા પામી છે.

આરોપી પોલીસને થાપ આપી ભાગી ગયો
ભિલોડા તાલુકાના ડોડીસરા ગામનો વતની સૂકો ડુન્ડ છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ પર હુમલો, પ્રોહિબિશન, ચોરી , હત્યા જેવા અલગ અલગ ગુન્હા હેઠળ જેલમાં હતો. કોઈ સામાજિક કારણોસર જેલમાંથી પેરોલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પોતાના વતન ડોડીસરા ખાતે આવ્યો હતો. પોલીસ દ્વારા દરરોજ બદલાતા સ્ટાફ સાથે બંદોબસ્ત હેઠળ હતો ત્યારે પેરોલ પુરા થવામાં ફક્ત 4 દિવસ બાકી હતા. તેવામાં ગઈકાલે રાત્રે 10 વાગ્યાના અરસામાં 1 પીઆઇ અને 7 કોન્સ્ટેબલોને થાપ આપી આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો. પોલીસને ખબર પડતાં તરત જ શોધખોળ હાથ ધરી હતી. જિલ્લાની તમામ પોલીસ આવા કુખ્યાત આરોપીને ઝડપી લેવા ધંધે લાગ્યા છે. પણ આ કુખ્યાત આરોપી ભાગી છૂટવામાં સફળ નીવડ્યો છે. ત્યારે મહામુશ્કેલીથી ઝડપાયેલા કુખ્યાત આરોપી પોલીસ જાપતામાંથી ફરાર થતા ભારે ચકચાર મચી છે

1 PSI અને 3 સુરક્ષા જવાનોને સસ્પેન્ડેડ કરાયા
આરોપી ફરાર થવાના કેસમાં પોલીસ વડા સંજય ખરાતે ફરજમાં બેદરકારી દાખવવા બદલ 1 PSI અને 3 સુરક્ષા જવાનોને સસ્પેન્ડેડ કરી ફરાર થઈ ગયેલા આરોપી અને મદદગારી કરનાર અન્ય એક આરોપી વિરુદ્ધ ભિલોડા પોલીસ મથકે ગુનો નોંધી કુખ્યાત આરોપી સૂકા ડુન્ડ ને ઝડપી પાડવા જિલ્લા LCB, SOG સહિત 25 પોલિસ કર્મચારીઓની ટિમ દ્વારા આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે

અન્ય સમાચારો પણ છે...