સમર્થકો સાથે વિશાળ રેલી યોજી:ભિલોડા 30-વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર પારઘી મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું

અરવલ્લી (મોડાસા)3 મહિનો પહેલા

આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે કોંગ્રેસ દ્વારા 30 ભિલોડા વિધાનસભા બેઠક માટે રાજેન્દ્ર પારઘીના નામ પર પસંદગી ઉતારી છે. ત્યારે આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

મોટી સંખ્યામાં સમર્થકો સાથે એક વિશાળ રેલી યોજી ​​​​​​
કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવાર તરીકે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખને ટિકિટ આપતા આજે રાજેન્દ્ર પારઘી દ્વારા આજે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાએ પુષ્પમાળા પહેરાવી મોટી સંખ્યામાં સમર્થકો સાથે એક વિશાળ રેલી યોજી હતી. આ રેલી ભીલોડા મામલતદાર કચેરી પહોંચી હતી અને પ્રાંત અધિકારી આગળ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ભિલોડા બેઠક છેલ્લી ચાર ટર્મથી કોંગ્રેસ હસ્તક છે, ત્યારે આ ચૂંટણીમાં પણ પોતાને 25 હજાર કરતા વધુ મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...