ભાજપના 160 ઉમેદવારો જાહેર:મોડાસા બેઠક પર ભાજપ દ્વારા સહકારી આગેવાન ભીખુસિંહ પરમારને ફરી એક વખત ટિકિટ આપાઈ, ગત ચૂંટણીમાં થયો હતો પરાજય

અરવલ્લી (મોડાસા)23 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાઈ છે. ત્યારે મોડાસા વિધાનસભા બેઠક માટે ફરી એક વખત ભીખુસિંહ ચતુરસિંહ પરમારને ટિકિટ આપી છે. મોડાસા વિધાનસભા બેઠક છેલ્લી ટર્મથી કોંગ્રેસ હસ્તક છે. ત્યારે 2017 માં માત્ર 1670 જેટલા નજીવા માર્જિનથી પરાજિત થયેલા સહકારી અગ્રણી ભીખુસિંહ પરમારને ફરી એક વખત ભાજપ દ્વારા ટિકિટ અપાઈ છે.

ભીખુસિંહે ગયા ટર્મમાં ઓછા માર્જિન થી પરાજિત બાદલ જે કાંઈ ભૂલો હશે એને સુધારીને આ વખતની ચૂંટણીમાં 50 હજાર કરતા વધારે મતથી મારો વિજય થશે એમ તેઓએ જણાવ્યુ હતું. પાંચ વર્ષ લોકો વચ્ચે રહી સરકારમાંથી લોકોના વિકાસના કામો કર્યા છે. તેઓ બક્ષીપંચ અગ્રણી છે સહકારી આગેવાન છે અને ખૂબ નજીકથી મતદારો વચ્ચે રહી સારા નરસા પ્રસંગોમાં મારી કાયમી હાજરીથી મતદારો જરૂર પોતાને મત આપશે એમ તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...