સતાનો સંગ્રામ:બાયડ બેઠક પર ભાજપમાંથી ભીખીબેન પરમારે નામાંકન ભર્યું; ચૂંટણીમાં 25 હજાર મતથી જીતવાનો કર્યો દાવો

અરવલ્લી (મોડાસા)3 મહિનો પહેલા

વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્ર ભરાવાનું શરૂ થયું છે. ત્યારે અરવલ્લીના બાયડ વિધાનસભા માટે ભાજપમાંથી ભીખીબેન પરમારે પોતાનું નામાંકન ભર્યું હતું.

વિશાળ સભા યોજાઈ
32 બાયડ વિધાનસભા બેઠક માટે આજે સોમવારે ભીખીબેન પરમારે ભાજપમાંથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. દરેક દેવી-દેવતાઓના દર્શન કરી વડીલોના આશીર્વાદ મેળવી આજે ભીખીબેન બાયડ પહોંચ્યા હતાં. અહીં હજારો કાર્યકરોની હાજરીમાં વિશાળ સભા યોજાઈ હતી. સભામાં પ્રદેશ OBC સમાજના અગ્રણી નટુજી ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતાં.

વિજય થવાનો દાવો કર્યો
માલપુર અને બાયડ તાલુકાના મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. સભા બાદ રેલી સ્વરૂપે બાયડ પ્રાંત કચેરી પહોંચ્યા હતાં. પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, આ વિધનસભા ચૂંટણીમાં તેમનો 25 હજાર મતથી વિજય થશે.

અન્ય સમાચારો પણ છે...