પ્રમુખ વંદના ડાયરો:સ્વામિનારાયણના સંપ્રદાયના બ્રહ્મલીન પ્રમુખ સ્વામીની જન્મ શતાબ્દી નિમિત્તે મોડાસા BAPS મંદિર ખાતે ભજન સંધ્યાનું આયોજન

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

હાલ ભગવાન સ્વામિનારાયણના પ્રખર અને બ્રહ્નલીન પ્રમુખ સ્વામીની જન્મ શતાબ્દીની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે. ત્યારે મોડાસા ખાતે પણ ઉજવણીના ભાગરૂપે પ્રમુખ વંદના ડાયરો યોજાયો હતો.

મોડાસા ખાતે બીએપીએસ સંપ્રદાયના પ્રમુખ સ્વામીનું બાયપાસ રોડ પર ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખર સત્સંગી અને કલાકાર એવા નિર્મલદાન ગઢવી દ્વારા પ્રમુખ વંદના લોક ડાયરો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોડાસા અને આસપાસના મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. નિર્મલદાન ગઢવીએ પ્રમુખ સ્વામીના આદર્શો અને તેમનું જીવન ચરિત્ર વિશે વિસ્તાર પૂર્વક ભક્તિરસ પીરસ્યો હતો. સમગ્ર દેશ અને વિદેશમાં પ્રમુખ સ્વામીની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે નિર્મલદાન ગઢવીએ પણ પ્રમુખ સ્વામીના જન્મ શતાબ્દી નિમિત્તે 1300 જેટલા બીએપીએસ મંદિરોમાં નિઃશુલ્ક ડાયરા કરવાનો સંકલ્પ લીધો છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તોએ નિર્મલદાન ગઢવીના પ્રમુખ વંદના કાર્યક્રમમાં ભક્તિરસનો લાભ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...