પ્રતિબંધ:મોડાસા ARTO કચેરીમાં અનઅધિકૃત રીતે પ્રવેશતાં વ્યક્તિઓ ઉપર પાબંધી

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેતરામણી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા જાહેરનામું

અરવલ્લી જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી મોડાસામાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય તેવા વ્યક્તિઓ અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ કરવા આવેલા હોય તે સિવાય અનઅધિકૃત વ્યક્તિ કે અન્ય શખ્સોની કેટોળી અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરવા કે કરાવવા ની લાલચ આપી પ્રવૃત્તિ કરતા હોય તેવા શખ્સોને કચેરીમાં પ્રવેશવા ઉપર કલેક્ટર ર્ડો.નરેન્દ્રકુમાર મીનાએ સતાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે.

અરવલ્લી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓમાં જાહેર જનતા ને લગતી કામગીરી કરાય છે.આવી સરકારી કચેરીઓમાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય છે. જે અન્વયે જિલ્લામાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અરવલ્લી ખાતે બિન અધિકૃત વ્યક્તિઓ મોનિટરીંગ પબ્લિક સાથે છેતરામણી કરીને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરી લોભામણી વાતો કરી વચેટિયા તરીકે કામ કરી આપવાનું કહીને રૂપિયા લઈ ભાગી જતા હોય છે.

જેથી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અરવલ્લી મોડાસા દ્વારા બિનઅધિકૃત વ્યક્તિઓના કચેરીમાં પ્રવેશ કરવા તેમજ બિન અધિકૃત વ્યક્તિઓ ભેગી થતી અટકાવવા માટે જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. જેથી આવી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી શકાય.જાહેરનામાનો અમલ 6 ઓગસ્ટ સુધી કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ભારતના ફોજદારી અધિનિયમ -મુજબ શિક્ષાને પાત્ર થશે. તથા આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે જે તે કચેરીના ઓફિસ સુપ્રીટેન્ડન્ટ તથા પોલીસ વિભાગમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરના દરજ્જાથી ઉતરતા ન હોય તેવા અધિકારી ફરિયાદ માંડવા અધિકૃત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...