મોડાસાના બામણવાડના ખેડૂત રામાભાઇ પટેલે પરંપરાગત ખેતી છોડીને બાગાયતી વિભાગના માર્ગદર્શન હેઠળ કેપ્સિકમની ખેતી કરી લાખોની કમાણી કરી છે. આ ખેડૂતે બાગાયતી પાકમાં કાઠું કાઢતા હવે અન્ય ખેડૂતો પણ તેમના માર્ગદર્શન હેઠળ કેપ્સીકમ ની ખેતી તરફ વળ્યા છે. બામણવાડના રામાભાઈ પટેલ પહેલાં મગફળી અને ઘઉંની ખેતી કરતા હતા.
આ ખેતીથી તેમના પરિવારનું ભરણપોષણ મુશ્કેલીથી થતું હતું. પછી બાગાયત વિભાગના અધિકારીઓએ તેમને બાગાયતી ખેતી કરવા યોગ્ય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને બાગાયત ખાતા દ્વારા હાઈબ્રિડ બિયારણ ઘટકમાં રૂ.19 હજાર અને પ્લાસ્ટિક આવરણા ઘટકમાં રૂ.14 હજારની પ્રોત્સાહિત રકમ પણ ફાળવાઇ હતી.
નિષ્ણાંતો પાસેથી યોગ્ય માર્ગદર્શન અને સહાય મળતાં રામાભાઈ પટેલે તેમની 1 હેક્ટર જમીનમાં કેપ્સિકમની ખેતી કરી વર્ષ દરમિયાન તેમને રૂ. 2 લાખનો ખેતી ખર્ચ કરી કેપ્સિકમ મરચાંની ખેતી કરી. છે આમાં તેમણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મેળવીને રાજસ્થાનમાં તેનું વેચાણ કરતાં રૂ. 14 લાખ જેટલું ઉત્પાદન મળ્યું હતું ખેતી ખર્ચ બાદ કરતાં તેમને રૂ. 10 લાખ કરતાં વધુ આવક થઇ હોવાનું નોંધાયું છે. કેપ્સિકમનો આ નફો તેમની વર્ષો પરંપરાગત ખેતીના 5 વર્ષના નફા કરતા પણ વધારે થયો હોવાનું પરિવાર દ્વારા જાણવા મળ્યું હતું. જિલ્લાના અન્ય ઘણાં ખેડૂતો પણ બાગાયતી ખેતી કરવા પ્રેરિત થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.