• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Baid MLA Dhavalsingh Jhala Has Sent A Letter To Chief Minister And District Collector For Compensation Due To Unseasonal Rains In Aravalli.

ખેડૂતોને વળતર આપવા રજૂઆત:અરવલ્લીમાં કમોસમી વરસાદથી ખેતીપાકમાં ભારે નુકશાની, વળતર માટે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવ્યો

અરવલ્લી (મોડાસા)6 દિવસ પહેલા
  • કૉપી લિંક

વારંવાર થતી કુદરતી હોનારાતો અને કમોસમી વરસાદથી ખેડૂતોની ખેત ઉત્પાદન મળવાની આશા પર પાણી ફરી જતું હોય છે. ત્યારે બાયડ ધારાસભ્યએ અરવલ્લી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેતપાકના નુકશાનનું વળતરની માગ કરી હતી.

અરવલ્લી જિલ્લામાં બે દિવસથી ભારે કરા સાથે કમોસમી વરસાદ થયો છે. જેના કારણે ખેડુતોને ખેતીપાકમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ જિલ્લામાં 72 હજાર હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. મકાઈ ચણા અને કપાસનું પણ વાવેતર કર્યું હતું. સારું ઉત્પાદન મળવાની આશા પણ હતી, પણ માવઠું વિલન બન્યું અને સંપૂર્ણ ખેતીપાકનું ધોવાણ થયું છે. જેના કારણે જિલ્લાના ખેડૂતોને કરોડોનું નુકશાન થયેલો છે. જેને લઈ બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને ખેડૂતોને નુકશાનીની સહાય ચૂકવવા માટે પત્ર પાઠવ્યો છે અને જો સહાય ના ચૂકવાય તો ખેડૂતોનો માલ ટેકાના ભાવે ખરીદવા માટે વિનંતી કરતો પત્ર પાઠવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...