ડંપર ચાલકની સુજબુજથી નેતા બચ્યાં:બાયડ ભાજપના ઉમેદવાર ભીખીબેન પરમારની કારને અકસ્માત નડ્યો; કાર સહિત ઉમેદવારનો આબાદ બચાવ

અરવલ્લી (મોડાસા)2 મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા પોતાના મત વિસ્તારમાં પ્રચાર કાર્ય જોશમાં શરૂ કરી દીધું છે. ત્યારે બાયડ બેઠકના ભાજપના ઉમેદવાર ભીખીબેન પરમારની કારને પ્રચારમાં જતી વખતે અકસ્માત નડ્યો હતો.

ભીખીબેન સહિતના કાર્યકરોનો આબાદ બચાવ
બાયડ બેઠકના ભાજપ ઉમેદવાર આજે પોતાના મતવિસ્તારમાં પ્રચાર કાર્ય અર્થે પોતાના કાર્યકરો સાથે બાયડ તાલુકાના ચોઈલા જિલ્લા પંચાયત વિસ્તારમાં નીકળ્યા હતા. ત્યારે ભીખીબેનનો કાફલો બાયડના ફતેપુરાથી દોલપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે એક ડંપર કાફલાની વચ્ચે આવી ગયું હતું. જેના કારણે કારને અકસ્માત નડ્યો હતો. પરંતુ કાર ડંપર સાથે ટકરાય એ પહેલાં ડંપર ચાલકે પોતાની સુજબુજ પૂર્વક કાર બાજુના ખાડામાં ઉતારી દેતા અકસ્માતમાંથી ઉગરી જવાયું હતું અને ભીખીબેન સહિતના કાર્યકરોનો આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...