ભિલોડાના મોટા કંથારીયા અને ગલી સેમરોની સીમમાં સમન્સ બજાવવા ગયેલ બે પોલીસ કર્મીઓને પોલીસે અહીંયા આવવું નહીં તેમ કહીને ગલી સેમરોના શખ્સે એક પોલીસ કર્મી સાથે લાફા લાડકી કરતા વચ્ચે પડેલા અન્ય બીજા પોલીસ કર્મીને બચકું ભરી ને આંગળી કચડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બે મહિલાઓ સહિત 7 લોકો વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
શામળાજી પોલીસ સ્ટેશનના દેગામના આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ અને સહકર્મી મેહુલભાઈ બંને સમન્સ બજાવવાની કામગીરી અર્થે મોટા કંથારીયા ગલી સેમરોના સ્મશાન નજીક ઉભા હતા. તે દરમિયાન વિશ્રામ ભગોરા ત્યાં આવીને કહેવા લાગ્યો હતો કે અહીંયા કેમ ઊભા છો પોલીસે ગલી સેમરો ગામમાં આવવું નહીં એમ કહીપોલીસ કર્મી મેહુલભાઈ સાથે બાથે પડી અને તેને લાફા મારતાં વચ્ચે પડેલા પોલીસ કર્મી જયેશભાઈને પણ બચકું ભરીને આંગળી ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
બંને પોલીસ કર્મીઓએ વિશ્રામને ગાડીમાં બેસાડવાની કોશિશ કરતા તેને કિકિયારી પાડી બૂમાબૂમ કરતાં અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને પોલીસ કર્મીઓને કહેવા લાગ્યા હતા કે વિશ્રામ ને છોડી દો નહીંતર હવે પછી બીજી પોલીસ ગલી સેમરો ગામમાં આવશે તો પણ મારી શું તેવી ધમકી આપતાં જયેશકુમારે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આમની સામે ફરિયાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.