વિવાદ:મોડાસા કોર્ટમાં કોન્ટ્રાક્ટ બેજ પર નોકરી કરતાં પટાવાળા પર હુમલો

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસામાં કેમ ઝઘડો છો કહેનાર યુવાનને માથામાં પાઇપ ફટકારી

મોડાસાના માલપુર રોડ ઉપર સાંઈ મંદિર પાસેથી પસાર થઈ રહેલા યુવાને ટોળે વળેલા સર્વોદય નગરના લોકોને શું થયું છે કેમ ઝઘડો કરો છો તેમ પૂછવા જતા શખ્સે મોડાસા કોર્ટમાં કોન્ટ્રાક્ટ બેજ પર પટાવાળાને માથામાં પાઇપ ફટકારી અન્ય બે શખ્સોએ માર મારતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મોડાસાના સર્વોદય નગરના ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

મોડાસાની કોર્ટમાં પટાવાળા તરીકે કોન્ટ્રાક્ટ બેજ પર ફરજ બજાવતા અને સર્વોદય નગરમાં રહેતા હરેશભાઈ રબારી રવિવાર બપોરે તેના મિત્ર સાથે માલપુર રોડ ઉપરથી બાઈક લઈને પસાર થતા હતા. તે દરમિયાન ઓધારી ગેટ પાસે સર્વોદય નગરના લોકો ટોળે વળીને ઝઘડતા હોવાથી ઉપરોક્ત યુવાન પોતાના વિસ્તારના લોકો ઝઘડતા હોવાથી તે શું થયું છે કેમ ઝઘડો છો તેમ કહેતા ગોવિંદ ભાઈ સલાટ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે યુવાનને માથામાં પાઇપ મારી ગડદાપાટુનો માર મારી રહ્યો હતો.

અન્ય બે શખ્સો પણ તેને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ઝઘડામાં ઘાયલ યુવાનને સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે ભોગ બનનાર યુવાન હરેશભાઈ કમશીભાઇ રબારીએ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગોવિંદભાઈ અમરતભાઈ સલાટ, બીરજી સલાટ તેમજ લકી સલાટ તમામ રહે. સર્વોદય નગર ડુંગરી મોડાસા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...