વિવાદ:મોડાસાના મોતીપુરા સીમમાં પસાર થતાં વકીલ પર હુમલો, છ અજાણ્યા શખ્સોએ દારૂનો ધંધો કરો છો કહી માર માર્યો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસાના મોતીપુરા ગામની સીમમાંથી અલટો ગાડી લઈને પસાર થતાં વકીલ ઉપર સફેદ ઈકો ગાડીમાં આવેલા ચાર અજાણા શખ્સો અને પલ્સર પર આવેલા અન્ય બે શખ્સો સહિત 6શખ્સોએ વકીલને તમો દારૂનો ધંધો કરો છો તેમ કહીને હુમલો કરીને બંને પગે તેમજ શરીરના ભાગે માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા મોડાસા તાલુકાના કુડોલ માં રહેતા વકીલ જયેન્દ્રભાઈ પ્રજાપતિને સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાના પગલે અરવલ્લી જિલ્લાના વકીલ મિત્રો સાર્વજનિક હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દોડી ગયા હતા.

મોડાસા તાલુકાના કુડોલ માં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા જયેન્દ્રભાઈ ગુલાબચંદ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે તેઓ બુધવારે મોડાસા કોર્ટમાં આવવા માટે પોતાની અલટો ગાડી નંબર જીજે 31 e2105 લઈને નીકળ્યા હતા.દરમિયાન તેઓ જંબુસર દધાલીયા થઈને મોતીપુરા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન સફેદ કલરની eeco ગાડી રસ્તા વચ્ચે આડી કરીને વકીલને ઊભા રાખવાનો પ્રયાસ કરતા હતા વકીલે રસ્તાની બાજુમાં ગાડી ઉતારી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...