• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • At Shika Village In Dhansura, People Gather On The Midnight Of Bhai Bija, Light A Lamp And Place An Earthen Pot On Their Heads And Worship The Temple Of Brahmani Mata.

વર્ષો જુની પરંપરા હજુ જીવંત:ધનસુરાના શિકા ગામમાં ભાઈ બીજની મધરાતે લોકો એકઠા થાય છે, માથે માટીનો ઘડો અને દીવો પ્રગટાવી બ્રહ્મણી માતાના મંદિરે બેડીયા ચડાવે છે

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

હિંદુ સમાજમાં કોઈને કોઈ અનોખી રીતે તહેવારોની ઉજવણી કરાય છે. ત્યારે ધનસુરાના શિકા ગામે ગામના લોકો ભાઈ બીજની મધરાતે માતાજીના મંદિરે બેડીયા ચડાવીને તહેવાર ઉજવે છે.

ધનસુરાના શિકા ગામે મોટા ભાગે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નભતા લોકો છે. ત્યારે પારંપરિક તહેવારોની ઉજવણી કરાય છે. ભાઈબીજની મધરાતે ગામના ગોદરે પુરુષ દ્વારા ઢોલ વગાડવામાં આવે છે એટલે ગામના પુરુષો એકઠા થાય છે. માથે માટીનો ઘડો તેના ઉપર માટીના કોડિયામાં દીવો પ્રગટાવવામાં આવે છે અને માથે બેડીયા લઈ મોટી સંખ્યામાં વાજતે ગાજતે આખા ગામમાં વરઘોડા સ્વરૂપે ફરવામાં આવે છે. માતાજીની જય બોલાવતા બોલાવતા બ્રહ્મણી માતાના મંદિરે પહોંચીને મંદિર આગળ બેડીયા મુકવામાં આવે છે.

કહેવાય છે કે નવા વર્ષમાં માતાજીના મંદિરે બેડીયા ચડાવવાથી પશુઓમાં કોઈપણ પ્રકારની મહામારી આવતી નથી. ખેતીમાં સારી બરકત આવે છે અને ગ્રામજનોની તંદુરસ્તી પણ સારી રહે છે. આવી અનોખી માન્યતા સાથે તહેવાર ઉજવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...