આજે ઉત્તરાયણ પર્વમાં પ્રજાજનો ભારે આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા હોય છે. ત્યારે દેવી દેવતા પણ આ ઉત્તરાયણ ઉત્સવમાં બાકાત નથી. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ સાકરીયા મુકામે બિરાજમાન ભીડ ભંજન હનુમાન મંદિરે ભગવાનને પતંગોનો શણગાર કરાયો હતો.
સમગ્ર ભારતમાં બે સ્થાનો પર સુતેલી મુદ્રામાં હનુમાનનું સ્વરૂપ બિરાજમાન છે. તેમાંના એક અલ્હાબાદમાં અને બીજું અરવલ્લીના સાકરીયામાં સુતેલી મુદ્રામાં હનુમાજીનું સ્વરૂપ બિરાજમાન છે. આજે ઉત્તરાયણ પર્વને લઈ ભક્તોની અનોખી શ્રદ્ધા છે. આજે સુતેલી મુદ્રાના હનુમાનજી ભગવાનને અવનવા રંગબેરંગી પતંગોનો શણગાર કરાયો છે. ભગવાનની સન્મુખ ઉત્તરાયણ ઉજવણી માટે વપરાતા પીપૂડા, પતંગ અને દોરી પણ મુકવામાં આવી છે. ભગવાનને બોર, જામફળ અને તલ સુખડીનું નૈવેદ ધરાવવામાં આવ્યું છે. ત્યારે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં દાદાના દર્શન માટે ઉમટી પડ્યા છે. ત્યારે સાકરીયા હનુમાનજી મંદિરે ભક્તોની અનોખી શ્રદ્ધાના દર્શન થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.