મધ્યાહન ભોજનના કર્મચારીઓની રજૂઆત:મોડાસા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મધ્યાહન ભોજનના સંચાલક અને રસોઈ બનાવનાર કર્મચારીઓએ પગાર વધારાની માગ સાથે આવેદનપત્ર આપ્યું

અરવલ્લી (મોડાસા)17 દિવસ પહેલા

હાલ ચૂંટણીનો માહોલ છે, ત્યારે દરેક કર્મચારી સંગઠન પોતાની માંગણીઓને લઈ તંત્ર સામે દેખાવો સૂત્રોચ્ચાર તેમજ આંદોલન કરે છે. ત્યારે મધ્યાહન ભોજન સંચાલકો અને રસોઈ કાર્યકરો પણ આંદોલનના માર્ગે જોડાયા છે.

હાલ વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે, ત્યારે કર્મચારી સંગઠનો દ્વારા પોતાની પડતર માંગણીઓ સ્વીકારવા માટે આંદોલન કરતા હોય છે. તે મુજબ મધ્યાહન ભોજનમાં કામ કરતા સંચાલક અને રસોઈનું કામ કરતા કર્મચારીઓની માગ છે કે આ કર્મચારીઓને માત્ર 1600 રૂપિયા જેટલો નજીવો પગાર મળે છે. રસોઈમાં કામ કરતા કર્મચારીને પણ 400 થી 600 સુધી પગાર આપે છે. દૈનિક 20 રૂપિયામાં રસોઈ કર્મચારીનો એક ટંકનો રોટલો પણ ના નીકળે. ત્યારે પોતાની માંગણી સ્વીકારવા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને જો આગામી સમયમાં માંગ ના સ્વીકારાય તો 17 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે તમામ મધ્યાહન ભોજન કર્મચારીઓની મહા રેલી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...