આજકાલ સામાન્ય બાબત હોય તો પણ જાણે ઉશ્કેરાટ વધી જતો હોય એવી ઘટના બનતી હોય છે. ત્યારે મોડાસાના ડીપ વિસ્તારમાં નાસ્તાની દુકાનમાં સામાન્ય બાબતમાં તોડફોડની ઘટના સામે આવી છે.
દુકાનના કાચ અને ફર્નીચર તોડી નાખ્યું
મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલી એક ફરસાણની દુકાનમાં ગ્રાહક તરીકે આવેલા બે ઈસમોએ નાસ્તાની પૂછપરછ હાથ ધરી હતી. એટલામાં કોઈ બાબતે ચર્ચા ઉગ્ર બનતા બંને ગ્રાહક તરીકે આવેલા ઈસમો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ બંને યુવકો ઉશ્કેરાઈ જઈ ફરસાણની દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી. દુકાનના કાચ અને ફર્નીચર તોડી નાખ્યું હતું.
દુકાનદારોએ બંનેને પકડી પોલીસ હવાલે કર્યા
મળતી માહિતી પ્રમાણે બંને ઈસમો નશામાં હોય એવું જણાઈ આવ્યું હતું. ઘટનાને પગલે આસપાસના દુકાનદારો દોડી આવ્યા અને બંને તોફાની ઇસમોને પકડી પોલીસને જાણ કરી હતી. પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.