• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • At Helodar In Malpur, A Farmer Was Electrocuted While Turning On A Motor In A Field; The Police Conducted An Investigation Into The Death On The Spot

વિજ કરન્ટ લાગવાથી ખેડૂતનું મોત:માલપુરમાં હેલોદર ખાતે ખેતરમાં મોટર ચાલુ કરવા જતાં ખેડૂતને લાગ્યો વિજ કરન્ટ; ઘટના સ્થળે મોત નીપજતા પોલીસે હાથ ધરી તપાસ

અરવલ્લી (મોડાસા)20 દિવસ પહેલા

માલપુર તાલુકાના હેલોદર ગામે જેસા ભાઈ પગી નામનો ખેડૂત પોતાના ખેતરમાં પાણી માટે મોટર ચાલુ કરવા ગયો હતો. તો મોટરમાંથી વીજ પ્રવાહ ચાલુ હોવાના કારણે જોરાદર કરંટ લાગ્યો અને ખેડૂત સ્થળ પર ધડાક લઈને પટકાઈ ગયો હતો. આસપાસ ના લોકો દોડી આવ્યા ખેડૂતને સારવાર અર્થે લઈ જવા 108 બોલાવી માલપુર સીએચસી લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે ખેડૂતને મૃત જાહેર કર્યો હતો અને ખેતરમાં અકસ્માતના પગલે ખેડૂતને મોતને ભેટવાનો વારો આવ્યો હતો.

હેલોદર ગામમાં ખેડૂત પાણીની મોટર ચાલુ કરવા જતા અચાનક જ વિજ કરન્ટ લાગ્યો હતો. ખેડૂતને વિજ કરન્ટ લાગવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ આજુથી લોકો આવી પહોંચ્યા હતા. ત્યારબાદ સ્થાનીકોએ ઘટનાને લઈ પોલીસને જાણ કરી હતી, તે બાદ પોલીસ પણ હેલોદર ગામે પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...