કમર તોડ રસ્તાઓ:મોડાસાના ગોવિંદપુરથી લીંબોદરા વચ્ચેનો ડામર રોડ તૂટ્યો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત આવી સામે

અરવલ્લી (મોડાસા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ પર પડેલ ખાડા ઝડપથી પુરવામાં આવે એવી માંગ

સામાન્ય રીતે કોઈપણ ગામડામાં પાકા રસ્તાની સુવિધા આપવીએ તંત્રની જવાબદારી છે. એ રસ્તો ગુણવત્તા સભર અને બેસ્ટ ક્વોલિટી વાળો બને એ માર્ગ અને મકાન વિભાગના એન્જીનીયરની જવાબદારી હોય છે. ત્યારે માલપુરના ગોવિંદપુરથી લીંબોદરા જવાનો બે કિલોમીટર ડામર રોડમાં મોટા-મોટા ખાડાઓ પડ્યા છે.

વાહનચાલકો રહદારીઓને ભારે હાલાકી
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા થોડા સમય પહેલા જ આ માલપુરના ગોવિંદપુરથી લીંબોદરા જવાનો ડામર રોડ બન્યો છે. આ બે કિલોમીટરના ડામર રોડ માટે લાખો રૂપિયાનો જે તે વિભાગ દ્વારા ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે જનતાના ટેક્સના નાણાંથી બનતા રસ્તાની ગુણવત્તા જળવાયએ માટે ડે.એન્જી સહિત સુપરવાઈઝર અને ક્વોલિટી કન્ટ્રોલ વિભાગના અધિકારીની જવાબદારી હોય છે. ત્યારે ડામર વાળો પેવર અને રસ્તાની થિકનેસ મુજબ પેવર વ્યવસ્થિત પાથરવો આ તમામ માર્ગ અને મકાન તંત્રની હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટર સાથે અધિકારીઓની મિલિભગતના કારણે આવા હલકી ગુણવત્તા વાડા રોડ બને છે અને પહેલા વરસાદે જ તૂટી જાય છે. ત્યારે આ રોડ પર પડેલ મસ-મોટા ખાડાથી નાના-મોટા વાહનચાલકો રહદારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે ડામર રોડ પર પડેલ ખાડા ઝડપથી પુરવામાં આવે એવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...