પગપાળા સંઘ:શ્રાવણ માસ શરૂ થતાં જ ધાર્મિક ઉત્સવોની શરૂઆત, ભિલોડાના નાપડા કંપાથી મોડાસા ઉમિયામાતા મંદિર જવા પ્રસ્થાન

અરવલ્લી (મોડાસા)8 દિવસ પહેલા

પવિત્ર શ્રાવણ માસ આવે એટલે હિન્દૂ તહેવારો અને ધાર્મિક પરંપરાઓ શરૂ થાય છે. ભક્તો દેવી દેવતાઓના મંદિરે પૂજન અર્ચન અનુષ્ઠાન અને સાધના કરતા હોય છે. અનેક ભક્તો પદયાત્રા કરી માનતાઓ પૂર્ણ કરતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં શ્રાવણ માસમાં પ્રથમ પદયાત્રા સંઘની શરૂઆત થઈ.

વર્ષોથી પદયાત્રીઓ પગપાળા મંદિરે જાય છે
પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાના મંદિરે પરંપરાગત રીતે ભિલોડાના નાપડા કંપાથી મોડાસા ખાતે આવેલ પાટીદાર સમાજની કુળદેવી માં ઉમિયાના મંદિરે આબાલવૃદ્ધ સૌ કોઈ ભક્તો પગે ચાલીને પોતાના સંકલ્પ પૂર્ણ કરવા પ્રસ્થાન કર્યું છે. ત્યારે શ્રાવણ માસમાં જિલ્લામાંથી પ્રથમ પદયાત્રા સંઘની શરૂઆત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...