ગ્રામજનોની બૂમ:માજુમ જળાશયની મુખ્ય નહેર સતત લીક થતાં પાણી વોલવા ગામના ખેતરમાં ઘૂસ્યા

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહેણાંક વિસ્તાર પાસે પાણીનો ભરાવો થતા સ્થાનિકો પણ તોબા પોકારી ઊઠ્યા
  • ખેતરોમાં પાણી ભરાવા સાથે મકાનોને પણ નુકસાન થતું હોવાની ગ્રામજનોની બૂમ

મોડાસાના માજુમ જળાશયની મુખ્ય નહેરમાંથી સતત લીકેજ થતું પાણી તાલુકાના વોલવા ગામની સીમમાં સતત ભરાઈ રહેતું હોવાથી ખેતરોની ઉપજાવ જમીન પણ પાણી ભરાઈ રહેવાના કારણે બિન ઉપજાવ થઈ રહી હોવાની સ્થાનિકોની બૂમ ઊઠી છે. રહેણાંક વિસ્તાર પાસે પાણીનો ભરાવો થતા સ્થાનિકો પણ તોબા પોકારી ઊઠ્યા છે.

મોડાસા તાલુકાના વોલવા ગામની સીમમાંથી પસાર થતી માજુમ જળાશયની મુખ્ય નહેરનું પાણી સતત લીકેજ થતા નજીકના વિસ્તારમાં આવેલી જમીનોમાં અને રહેણાંક વિસ્તાર પાસે સતત ભરાઈ રહેતું હોવાની ગામજનોની બૂમ ઊઠી છે. પાણીના ભરાવાના કારણે સ્થાનિકોની ઉપજાવ જમીન પણ બિન ઉપજાવ બની રહી હોવાનું મહિલાઓએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું વધુમાં સતત પાણી ભરાવાના કારણે ગંદકીના કારણે મચ્છરો અને જીવજંતુનો ઉપદ્રવ વધી જતા સ્થાનિકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ રહી છે.

ખેતરો પણ બેટમાં ફેરવાયા હોવાની ફરિયાદ ઉઠી છે સાથે સાથે સતત પાણી ભરાવાના કારણે પશુઓ અને બાળકોમાં પણ અકસ્માત થવાની સ્થાનિકોમાં ભીતિ સેવાઈ રહી છે સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાંથી થતા લીકેઝિંગ પાણી અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગામજનોની માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...