અરવલ્લીના તલાટીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં કલેક્ટરને આવેદન આપી આજથી અચોક્કસ મુદતની હડતાળે જવાના હોવાથી પંચાયતો સૂમસામ થઈ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લા તલાટી એસો. પ્રમુખ વિરેન્દ્ર જે. પટેલે જણાવ્યું કે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વર્ષ 2018 થી સરકારને પડતર પ્રશ્નોને લઇ વારંવાર લેખિતમાં રજૂઆતો કરી હતી. આ અગાઉ તા. 07-09-2021 ના રોજ હડતાળનું એલાન કર્યું હતું જેને લઇ સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રશ્નોનો સુખદ અંત લાવવા બાંહેધરી આપતાં હડતાળ મોકૂફ રાખી હતી.
પરંતુ સતત નવ માસ સુધી લેખિતમાં રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતાં તા. 09-07-2022 ના રોજ તલાટી મંત્રી મહામંડળની બેઠક યોજાઇ હતી.જેમાં તારીખ 2 8 2022 ના રોજ થી અચોક્કસ મુદતની હડતાળ પર જવા ને લઈ આવેદનપત્ર અરવલ્લી કલેક્ટરને પાઠવતાં સમગ્ર જિલ્લાની પંચાયતોમાં અનેક પ્રશ્નોને લઈ મહાભારત સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જ્યારે તા.13-8-2022 થી 15-8-2022 સુધી ઘર ઘર તિરંગા યાત્રા ને લઇ રાષ્ટ્રધ્વજને પૂર્ણ સન્માન આપવા સિવાયના તમામ કાર્યક્રમો નો બહિષ્કાર કરાશે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.