આયોજન:કલા આપણી સંસ્કૃતિ છે અને તેનું જતન કરવું તે આપણી જવાબદારી છે: કલેક્ટર

મોડાસા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ખુલ્લો મૂકાયો, 1010 સ્પર્ધકો ભાગ લેશે

મોડાસામાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, તેમજ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા રમતગમત અધિકારી કચેરી, તથા કે.એન. શાહ મોડાસા હાઇસ્કૂલ મોડાસા,આયોજિત કલર પ્રતિભાશોધ મહોત્સવ કલા મહાકુંભ -2022-23ની જિલ્લા કક્ષાની સપર્ધાનું આયોજન કરાતાં જેમાં જિલ્લાના 1010 સ્પર્ધક ભાઈ બહેનો ભાગ લેવાના છે.આ કાર્યક્રમમાં કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે,એક વૈવિધ્યસભર સાંસ્કૃતિક ક્ષેત્ર વિવિધ કાર્યક્રમો અને ઇવેન્ટ્સ દ્વારા આપણા જિલ્લામાં કલા કુંભ યોજાઇ રહ્યો છે.

જે આ ક્ષેત્રની ભૂમિ અને સમૃદ્ધ બહુસાંસ્કૃતિક વારસામાંથી પ્રેરણા મેળવનારા જિલ્લાના અપાર પ્રતિભા ધરાવતા દરેક પ્રતિયોગિને શુભકામનાઓ શુભકામના પાઠવી હતી સાથે સાથે કલેક્ટરે કલા આપણી સંસ્કૃતિ છે અને તેનું જતન કરવું તે આપણી જવાબદારી છે, આવનારી પેઢી માટે આ કલાની સંસ્કૃતિ જાળવવા માટે આપણે જતન કરવું પડશે. કલા આપણી સંસ્કૃતિ અને પરંપરાની ભેટ છે અને કલાથી સંસ્કૃતિને આગળ વધારવા ઉપર ભાર મૂક્યો હતો. કલા મહાકુંભમાં જિલ્લા કક્ષાએ બે દિવસ દરમિયાન કુલ 23 કૃતિઓમાં વિવિધ 226 સ્પર્ધાઓમાં કુલ 1010 ભાઈ બહેનો ભાગ લેવાના છે.

જેમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, ચિત્રકલા, ભરત નાટ્યમ, એક પાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ ગરબા, સુગમ સંગીત,લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત-ભજન,તબલા, હાર્મોનિયમ, કાવ્યલેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા છંદ ચોપાઈ,સર્જનાત્મક કારીગરી, સ્કૂલ એન્ડ ઓર્ગન, કથક અને શાસ્ત્રીય કંઠ્ય સંગીત જેવી સંપર્ધાઓનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, જિલ્લા રમતગમત અધિકારી પ્રકાશ ક્લાસવા, કે.એન. શાહ હાઈસ્કૂલ મોડાસા આચાર્ય મનીષકુમાર આઈ. જોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...