• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Aravalli Health Workers On Strike Over Pending Demands; After The Negotiations With The Government Failed, Slogans Were Raised And Demonstrations Were Held

ચોથીવાર હડતાલના મંડાણ:અરવલ્લીના આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ પર; સરકાર સાથે મંત્રણા નિષ્ફળ જતાં સૂત્રોચ્ચાર કરી દેખાવ યોજ્યા

અરવલ્લી (મોડાસા)20 દિવસ પહેલા

અરવલ્લી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા સરકાર દ્વારા મંત્રણા નિષ્ફળ જતાં આજે મંગળવારે ચોથી વખત હડતાલના મંડાણ કર્યા છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લા સેવાસદન ખાતે તમામ આરોગ્ય કર્મીઓએ એકઠા થઇને સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

સરકાર દ્વારા મંત્રણા નિષ્ફળ જતાં ચોથી વખત હડતાલના મંડાણ
આ કર્મીઓની મુખ્ય માંગણીઓ છે કે કોરોના સમયે ખરા જોખમ સાથે 130 દિવસ કામ કર્યું તેનું ભથ્થું આપવું, તમામ કર્મીઓને ટેક્નિકલ ગણવા અને પગાર વિસંગતતા દૂર કરવી જેવી માંગણીઓ સત્વરે સ્વીકારી લઈ તમામ લાભો આપવાની માગ કરવામાં આવી છે. જેને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...