ભારે ઉકળાટ બાદ વરસ્યા મેઘરાજા:અરવલ્લી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો; પાકને જીવનદાન મળતાં જગતના તાતમાં ખુશીની લહેર

અરવલ્લી (મોડાસા)23 દિવસ પહેલા

હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ પૂર્ણિમાના દિવસથી શરૂ થવાની શક્યતા હતી તે મુજબ બપોર બાદ જિલ્લામાં વરસાદી જાપટા પડ્યા હતા. અરવલ્લી જિલ્લામાં બપોર બાદ એકા એક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. મોડાસા તાલુકાના ઇસરોલ, ટીંટોઇ, જીવણપુર, મરડિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. મોડાસા શહેરમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. માલપુર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. મેઘરજ નગર સહિત ઇસરી, જીતપુર, રેલ્લાવાડા, તરકવાડામાં વરસાદ ખાબક્યો. ખેડૂતોએ કરેલ વાવેતર મુર્જાવાની તૈયારીમાં હતો. ત્યારે લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેતીવાડીને જીવતદાન મળ્યું છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...