વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે સરકાર કેવી રચાશે અને કોને મંત્રી પદ મળશે અને મંત્રીપદ મળ્યા પછી કયું ખાતું મળશે? એનો ઇન્તજાર હોય છે. અરવલ્લી જિલ્લાને પહેલી વાર મંત્રી મળ્યા છે. ત્યારે આજે મંગળવારે ભીખુસિંહ પરમારે પોતાનો પદભાર સંભાળ્યો હતો.
પૂજા અર્ચના કરી ખુરશીએ બેઠા
અરવલ્લી જિલ્લો આમ તો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પણ આ ચૂંટણીમાં જિલ્લામાં ગઢમાં ગાબડું પાડી બે બેઠકો પડાવી લેવામાં ભાજપ સફળ રહ્યું છે. ત્યારે મોડાસા વિધાનસભા બેઠક પર ચૂંટાઈ આવેલા ભીખુસિંહ પરમારને મંત્રી તરીકે પસંદ કરાયા હતાં. તેમનો શપથ વિધિ સમારંભ યોજાયો અને આજે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પોર્ટફોલિયો સાથે તેઓએ સ્વર્ણિમ સંકુલ - 2માં પોતાની ચેમ્બરમાં પદ ભાર સાંભળ્યો હતો. આજે મંગળવારે સવારે પોતાના મંત્રી તરીકેના કાર્યાલયમાં પૂજા અર્ચના કરી અને સારા મુર્હતમાં ખુરશી પર બેસીને ચાર્જ સંભાળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.