કોઈપણ રમત હોય તેના દ્વારા યુવાઓને સારી તંદુરસ્તી અને પ્રેરણા મળતી હોય છે. ત્યારે ક્રિકેટ જેવી મહત્વની રમત તરફ ગ્રામ્ય વિસ્તારના યુવકો પણ પ્રેરાયા છે. ત્યારે અરવલ્લી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રથમ વખત ગ્રામ્ય વિસ્તારોમાં ડે નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.
ક્રિકેટની રમતએ યુવાઓ અને યુવતીઓની માનીતી રમત ગણાય છે. આ રમત પ્રત્યે અબાલ વૃદ્ધ સૌ કોઈનો ખુબ લગાવ હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.
રાજસ્થાન જિલ્લાની સરહદે આવેલા મેઘરજના રોલા ગામે જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ડે-નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ગત રાત્રીના રોજ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખના હસ્તે પ્રારંભ કરાયેલા આ ટુર્નામેન્ટ લગભગ 20 દિવસ ચાલશે. આ ટુર્નામેન્ટમાં મેચીસ અને ટેનિસ બોલથી ગુજરાત અને રાજસ્થાનની ટીમના ખેલાડીઓ ક્રિકેટ રમશે. ટેનિસ બોલથી 48 ટિમો, જ્યારે મેચીસ બોલથી 36 ટિમોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ખાસ અરવલ્લી અને રાજસ્થાનના ડુંગરપુરની મહિલાઓની મેચ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ અને રનર્સ - અપ ટીમને રોકડ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાશે. ત્યારે અરવલ્લી જિલ્લા ક્રિકેટ એસોસિએશનની ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ વખત આવી ટુર્નામેન્ટના આયોજનની પહેલને સૌ જિલ્લાવાસીઓએ આવકારી છે.
સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓ ફક્ત ટીવીમાં ક્રિકેટ મેચો જોતા હોય છે અને એમાંય રાત્રીના સમયે રમાતી મેચો પ્રત્યક્ષ નિહાળવાનો એક અનેરો લાવો છે. ત્યારે સરહદી ગ્રામ્ય વિસ્તારના યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.