ભાજપને અલવિદા:સતત અવગણના થતાં અરવલ્લી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાઇ ગયા

મોડાસા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાયડના વાત્રકમાં જયંતીભાઇ ઝાલાની ભાજપને અલવિદા

અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ જયંતીભાઈ ઝાલા ભાજપમાં થતી સતત અવગણાનાનું કારણ દર્શાવી ભાજપને અલવિદા કરી એકાએક કોંગ્રેસમાં જોડાઈ જતાં અરવલ્લી જિલ્લા ભાજપમાં હડકંપ મચી ગયો છે. ભાજપના ઉપપ્રમુખે બાયડના વાત્રકમાં કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાઈને બાયડ વિધાનસભા બેઠક ઉપર ભાજપને પરાસ્ત કરવાનો નિર્ણય કર્યો હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે બાયડ તાલુકાના જયંતીભાઇ ઝાલા અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે અને મોડાસા તાલુકા ભાજપ સંગઠનમાં પ્રભારી તરીકે પાર્ટીમાં હોદ્દા પર હતા. જિલ્લા ઉપપ્રમુખે બળાપો ઠાલવતાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે રહ્યા પછી પણ સતત તેમની અવગણના કરાતાં તેમને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું અને આગામી સમયમાં કોંગ્રેસના ઉચ્ચ પદાધિકારીઓના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને અન્ય કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઈને બાયડ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાને જંગી બહુમતીથી જીતાડવા નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...