પદયાત્રીઓ માટે ભાજપનો 'વિસામો':અરવલ્લી જિલ્લા ભાજપે અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામો શરૂ કર્યો; જમવાથી લઈને મેડિકલ અને 100 જેટલા ચાર્જિંગ પોઈન્ટની સુવિધા

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

હાલ ભાદરવી પૂનમ નિમિત્તે લાખો પદયાત્રીઓ માઁ અંબાના આશીર્વાદ લેવા અંબાજી જતા હોય છે. ત્યારે દૂર દૂરથી આવતા પદયાત્રીઓ માટે જમવા, આરામ કરવા, મેડિકલ તેમજ નહાવા-ધોવાની તમામ સુવિધા સાથે વિસામા યોજવામાં આવતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા રમોસ ગામ પાસે ભવ્ય વિસામો કરવામાં આવ્યો છે.

જિલ્લા ભાજપ દ્વારા રમોસ ગામ પાસે ભવ્ય વિસામો કરવામાં આવ્યો
અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પદયાત્રીઓ માટે મોડાસાના રમોસ પાસે વિસામો શરૂ કરવામાં આવ્યો છે. આ વિસામાનો લાભ સાતથી આઠ જિલ્લાના પદયાત્રીઓ લઈ રહ્યા છે. દૂર દૂરથી ભક્તો માતાજીને માથું ટેકવા ચાલીને જતા હોય છે. ત્યારે મોડાસાના રમોસ પાસે બનાવેલા જિલ્લા ભાજપ સંગઠનના વિસામામાં પદયાત્રીઓને 24 કલાક શુદ્ધ ઘીનો શીરો, પુરી-શાક જમાડવામાં આવે છે. તમામ આવતા પદયાત્રીઓને જિલ્લા ભાજપ પ્રમુખ, ભાજપ પ્રદેશ મંત્રી સહિત જિલ્લાનું સંગઠન બે હાથ જોડીને પ્રસાદ લેવા આમંત્રિત કરીને વિસામા પર લઈ જાય છે અને ભાજપના કાર્યકરો ભાવથી જમાડે છે.

પદયાત્રીઓ માટે 100 જેટલા ચાર્જિંગ પોઇન્ટ મુકવામાં આવ્યા
આ ભાજપના વિસામા પર ખાસ પદયાત્રીઓ માટે 100 જેટલા ચાર્જિંગ પોઇન્ટ મુકવામાં આવ્યા છે. આરોગ્યને લઈને કોઈ પણ બીમારી હોય તો અરજન્ટ સારવાર મળે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જન જાગૃતિના સૂત્રો સહિત પ્લેકાર્ડ બનાવી જાગૃતિનો સંકલ્પ ફેલાવવાની પણ વ્યવસ્થા કરાઈ છે. પદયાત્રીઓને શુદ્ધ ઘીમાંથી બનાવેલ ગુણકારી ખોરાક પીરસવામાં આવે છે. આ વિસામા પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રદેશ, પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કટ આઉટ સાથે સેલ્ફી લઈ શકાય એ માટે સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...