પ્રદેશ ભાજપ અધ્યક્ષના જન્મદિનની ઉજવણી:અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે મૃત્યુ બાદ અંગદાનનો નિર્ણય કર્યો; પૂજા વિધિ કરીને જન્મ દિનની ઉજવણી કરાઈ

અરવલ્લી (મોડાસા)13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જન્મ દિવસ એ ખુબ જ યાદગાર દિવસ હોય છે. જન્મ દિવસની ઉજવણી અલગ અલગ પ્રકારે કરાતી હોય છે. ત્યારે આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના 69માં જન્મ દિવસની અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી.

આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનો 69મો જન્મ દિવસ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા જિલ્લા મથકો અને બુથ સ્તર પર ઉજવણી થઈ રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આજે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ દ્વારા પોતાના મૃત્યુ બાદ પોતાના શરીરનું દાન કરવાનું નિર્ણય કર્યો છે.

પ્રદેશ પ્રમુખના જન્મ દિવસ નિમિત્તે કરેલા નિર્ણયની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. એ સિવાય જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા સીઆર પાટીલના દીર્ઘાયુ માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરી હતી. મુંગા પશુ પક્ષીઓની તરસ છીપાવવા પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. મંદ બુદ્ધિ ધરાવતી 150થી વધુ મહિલાઓને ભોજન કરાવી ભવ્ય રીતે પ્રેરણાદાયી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...