હાલ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વ્યાજખોરોનો આતંક વધી ગયો છે. ત્યારે આવા વ્યાજખોરોની દાદાગીરી અને આતંકના કારણે નિર્દોષ અસરગ્રસ્તો ભોગ બનતા હોય છે. રાજ્યમાં કેટલાય લોકોના વ્યાજખોરોના ત્રાસના કારણે જીવ ગયા છે. ત્યારે આવા સંજોગોમાં વ્યાજખોરો સામે લડાઇ લડવા માટે જિલ્લા પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે અને મેઘરજ ખાતે લોકદરબાર યોજીને અરજદારોને જરૂરી કાર્યવાહી કરવા માટે ડીવાયએસપી એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે યોજાયેલા લોકદરબારમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધવા પોલીસે આદેશ કર્યા છે. ત્યારે મેઘરજ ખાતે પણ અસરગ્રસ્ત લોકો દ્વારા પોતાની આપવીતી રજૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.