• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Animal Husbandry Department In Full Swing Against Lumpy Virus In Aravalli, Tintisar Village 100% Vaccination, Total 48 Cases In District

લમ્પી સામે તંત્ર સાબદું થયું:અરવલ્લીમાં લમ્પી વાયરસને લઈને પશુપાલન વિભાગની કામગીરી પૂરજોશમાં, ટીંટીસર ગામે 100% વેક્સિનેશન, જિલ્લામાં કુલ 48 કેસ

અરવલ્લી (મોડાસા)9 દિવસ પહેલા
  • 34 ગામો લમ્પી વાયરસથી પ્રભાવિત, 37 એક્ટિવ કેસ

હાલ ગુજરાતના પશુઓમાં લમ્પી વાયરસના સંખ્યાબંધ કેસો મળી આવ્યા છે. ત્યારે પશુઓમાં વધતા લમ્પીના કહેરને અટકાવવા માટે પશુપાલન વિભાગ પણ સતર્ક બન્યું છે. ત્યારે તમામ તાલુકામાં ટીમો બનાવી સર્વે કરીને લમ્પીને ફેલાતો અટકાવવા માટે વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે.

જિલ્લામાં 34 ગામો લમ્પી વાયરસથી પ્રભાવિત થયા
ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં લમ્પીનો કહેર વધતો ગયો છે. ત્યારે અરવલ્લી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી રહ્યો. હાલ જિલ્લામાં 1500થી વધુ કર્મચારીઓ દ્વારા ટીમ બનાવીને સર્વે કરાયો હતો અને સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી આજની તારીખે 34 ગામો લંપી વાયરસથી પ્રભાવિત થયા છે અને કુલ 48 કેસ લંપી વાયરસના કેસ મળી આવ્યા હતા. જેમાં હાલ 37 કેસ એક્ટિવ છે જિલ્લાના તમામ તાલુકાઓમાં લમ્પીનો વાયરસ ના ફેલાય તે માટે વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. લગભગ તમામ તાલુકાઓમાં રસીકરણ પૂર્ણતાના આરે છે. ત્યારે જિલ્લામાં સૌ પ્રથમ આજની તારીખે ટીંટીસર ગામે 100% રસીકરણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આમ અરવલ્લી જિલ્લા માં પશુપાલન વિભાગ લમ્પીને નાથવા સતર્ક છે.

અન્ય સમાચારો પણ છે...