• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Anger Among Dhawalsingh Jhala's Supporters Over BJP Giving Ticket To Bhikhiben Parmar; Baid Gathered At The Office And Formulated The Next Strategy

બાયડ બેઠક પર ટિકિટને લઈને હોબાળો:ભાજપ દ્વારા ભીખીબેન પરમારને ટિકિટ અપાતા ધવલસિંહ ઝાલાના સમર્થકોમાં રોષ; બાયડ કાર્યાલય પર એકઠા થઈ આગામી રણનીતિ ઘડાઈ

અરવલ્લી (મોડાસા)25 દિવસ પહેલા

ભાજપ દ્વારા આજે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે 'કહી ખુશી કહી ગમ' જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે બાયડ બેઠકમાં ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાતા તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી.

આજે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા ઉમેદવારોમાં 32 બાયડ બેઠક માટે ભીખીબેન પરમારના નામ પર કળશ ઢોળ્યો છે. ત્યારે જેને ટીકીટ માટે પ્રબળ દાવેદાર મનાતા અને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાતા તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી છે. પાંચ વર્ષ બાયડ - માલપુર વિધાનસભા વિસ્તારમાં સતત કાર્યશીલ રહેલા દાવેદારની ટિકિટ કપાતા સમર્થકો ખૂબ નિરાશ થયા હતા અને બાયડ ખાતે આવેલા તેમના કાર્યાલય પર એકઠા થયા હતા અને આગામી રણનીતિ ઘડવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...