મોડાસામાંં ધોધમાર વરસાદ વરસ્યો:ટીંટીસર ગામે ભારે વરસાદને કારણે આંગણવાડીમાં પાણી ભરાયા, સ્ટેશનરી અને રસોઈનો સામાનને ભારે નુકસાન

અરવલ્લી (મોડાસા)2 દિવસ પહેલા

મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે જેમાં દુકાનો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પાણી ભરાયા છે

મોડાસાના ટીંટીસર સજાપુર ગામે ભારે વરસાદના કારણે ગામની મધ્યમાં આવેલ ભૂલકાઓને અભ્યાસ કરવાની આંગણવાડીમાં ભારે માત્રામાં પાણી ભરાઈ ગયા હતા આંગણવાડીમાં રાખેલ સ્ટેશનરી સહિત રસોઈનો સમાન પણ પાણીમાં પલડી જવા પામ્યો હતો આજે નાના ભૂલકાઓ આંગણવાડી માં અભ્યાસ વગર માં રહ્યા હતા આણગાંવડી કાર્યકર બહેને મકાન માંથી પાણી બહાર કાઢવા ની કામગીરી કરતા દ્રશ્યો કેમેરા માં કેદ થયા હતા

અન્ય સમાચારો પણ છે...