કોરોના સંક્રમણ:મોડાસાના કોલીખડમાં 82 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત, સાબરકાંઠામાં 22 સંક્રમિત

મોડાસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોડાસાના કોલીખડમાં રહેતાં અને ગંભીર બીમારી ધરાવતા 83 વર્ષીય વૃદ્ધ બીમારીમાં સપડાતાં વૃદ્ધને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં બે દિવસ અગાઉ તેમના મેડિકલ ટેસ્ટ કરાવતા વૃદ્ધને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું સારવાર દરમિયાન વૃદ્ધની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં ખસેડાતાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. મોડાસામાં 2 દિવસમાં કોરોનાના 5 કેસ નોંધાયા.

સાબરકાંઠામાં મંગળવારે વધુ 22 કોરોના કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ કેસ હિંમતનગરમાં 11, તલોદમાં 6 અને ઇડરમાં 5 છે સાથે 2 વ્યક્તિઓને ડિસ્ચાર્જ જાહેર કરાતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 78 સુધી પહોંચી છે.

એપેડેમીક ઓફિસર ર્ડા. પ્રવીણ ડામોરે જણાવ્યુ કે મંગળવારે નોંધાયેલ 22 પોઝિટિવ કેસમાં 13 પુરૂષ અને 09 સ્ત્રીનો સમાવેશ થાય છે. 22 કેસ પૈકી સૌથી વધુ 09 કેસ 21 થી 30 વયજૂથના છે જ્યારે 0 થી 5 અને 31 થી 40 વયજૂથમાં 1-1 કેસ છે. હિંમતનગરના આગીયોલમાં એક 4 વર્ષીય બાળકી સંક્રમિત થઇ છે અને તેને વેક્સિન લીધી નથી તથા અડપોદરાના અને સીંઘાના બે 70 વર્ષીય વૃદ્ધ પણ સંક્રમિત થયા છે બંને એ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમજ હિંમતનગર સિવિલ કેમ્પસના 49 વર્ષીય પુરૂષે વેક્સિનના ત્રણ ડોઝ લીધા છે.

અન્ય સમાચારો પણ છે...