ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અને પશુ પર આધારિત પશુપાલકો દૂધના વ્યવસાય પર નિર્ભર હોય છે. ત્યારે ગામડાના પશુપાલકોનું દૂધ ગામમાં જ પ્રોસેસ થાય તેમાટે ઠેર ઠેર સબરડેરી દ્વારા બલ્ક મિલ્ક સેન્ટરો બનાવવામાં આવે છે.
સાબરડેરી સંચાલિત ભિલોડાના કુશકી છાપરા ગામે આવેલા દૂધ મંડળીમાં બલ્ક મિલ્ક સેન્ટરનો આજે શુભારંભ કરાયો છે. દૂધ મંડળી તેના નફામાંથી આવા સેન્ટરો બનાવતી હોય છે. જેમાં પશુપાલક દ્વારા જમા કરાવેલા દૂધને મંડળીના બલ્ક મિલ્ક સેન્ટર પર જ પ્રોસેસ કરી ઠંડુ કરવામાં આવે છે અને આ દૂધને બેક્ટેરિયા રહિત બનાવવામાં આવે છે. જેના દ્વારા દૂધ ટકાઉ અને ગુણવતા સભર બને છે. આ દૂધની પ્રોસેસ માટે સાબર ડેરી દ્વારા 1 લિટરે પ્રોસેસના 20 પૈસા ચૂકવવામાં આવે છે. આમ દૈનિક 1000 લીટર દૂધની અવાકવાળી દુધ મંડળીમાં સાબરડેરી દ્વારા બીએમસી માટે મંજૂરી આપવામાં આવે છે. આમ સ્થાનિક દૂધ મંડળીને અને પશુપાલકોને આર્થિક ફાયદો થાય છે.
આ બીએમસી સેન્ટરનો શુભારંભ ગુજરાત મિલ્ક ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ ,ધારાસભ્ય પી.સી બરંડા દ્વારા કરાયો હતો. જેમાં સબરડેરીના ડિરેક્ટર જેશીંગભાઈ પટેલ ,સચિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શામળાજી શીત કેન્દ્ર ઇન્ચાર્જ હેમંત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.