આવેદન:મોડાસા યાર્ડના કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ

મોડાસા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓએ ચેરમેનને આવેદનપત્ર આપ્યું

મોડાસા એપીએમસીના કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ કરીને અહેવાલો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો કર્મચારીઓએ ચેરમેનને આવેદનપત્ર આપીને જ્યાં સુધી આક્ષેપોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી જાહેર હરાજીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.

કર્મચારીઓએ ચેરમેન રાજુભાઇ પટેલને આવેદનપત્ર આપીને કર્મચારીઓ સામે થયેલા આક્ષેપો સાબિત કરવામાં નહીં આવે ત્યાં સુધી માર્કેટયાર્ડના કાચામાલની જાહેર હરાજીમાંથી દૂર રહેવા માટે નિર્ણય કર્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે એપીએમસીના કર્મચારીઓ ઉપર ભ્રષ્ટાચારને પાયાવિહોણા ગણાવી તપાસ કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...