• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Allegation That Four People Including Sarpanch Upasarpanch, Sarpanch's Wife Attacked Talati Of Big Moydi; A Complaint Was Registered At Meghraj Police Station

મહિલા તલાટી પર હુમલો:મોટી મોયડીના તલાટી ઉપર સરપંચ-ઉપસરપંચ, સરપંચ પત્ની સહિત ચાર લોકોએ હુમલો કર્યાનો આક્ષેપ; મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અરવલ્લી (મોડાસા)10 દિવસ પહેલા

મેઘરજના મોટી મોયડી ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રી ગ્રામપંચાયતમાં ગ્રામસભા હતી, જેથી ત્યાં ઉપસ્થિત હતા. ગ્રામસભાનું કામ પૂર્ણ થયા બાદ તલાટી નીલમ પરમાર પોતાની ઓફિસમાં હતા. તે સમય દરમિયાન ગામના સરપંચ, સરપંચ પત્ની, ઉપ સરપંચ સહિત કુલ ચાર લોકોએ તેમના પર હુમલો કર્યો હતો અને માર માર્યો હતો.

કુલ 4 લોકોએ તલાટી પર હુમલો કર્યો તલાટી પર હુમલો થતાં બુમાબુમ થતાં ગામના લોકો દોડી આવ્યા હતા અને મહિલા તલાટીને છોડાવ્યા હતા તેવો આક્ષેપ મહિલા તલાટી નીલમ પરમારે કર્યો હતો. સમગ્ર ઘટના બાબતે મહિલા તલાટી નીલમ પરમારે 112 ઇમરજન્સી ડાયલ કરી પોલીસની પણ મદદ માંગી હતી. મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જેના પગલે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...