"અમારી માગો પૂરી કરો":મોડાસા LIC બ્રાન્ચના એજન્ટોએ પોતાની પડતર માગોને લઈને દેખાવો કર્યા; સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

અરવલ્લી (મોડાસા)19 દિવસ પહેલા

મોડાસા બ્રાન્ચના LICના એજન્ટોએ મોટી સંખ્યામાં શક્તિ પ્રદર્શન યોજી પોતાની પડતર માગણીઓ સ્વીકારવા વિરોધ કર્યો હતો.

LIC સામે એજન્ટો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું
LIC સાથે સામાન્ય નાગરિકને વીમા કવચ પહોચાડવા અને માહિતી આપવા માટે એક સરળ માધ્યમ LICના એજન્ટ જ હોય છે. જેઓ પોલિસીથી થતા ફાયદા તેમજ અન્ય સુવિધાઓ કે પછી પોલિસીનું કાર્યભાર સાચવવા જેવું કાર્ય આ એજન્ટો દ્વારા કરવામાં આવે છે. આ કાર્યભાર તેમજ પોલિસી ધારકોની અગવડતાને સામાન્ય બનાવવા માટે તેમજ પોલિસી ધારકને લાઈફ ઈન્શ્યોરન્સ ઓફ ઇન્ડિયા દ્વારા કેટલાક નિયમોમાં સુધારા કરવામાં આવે અને એજન્ટોના નિયમોમાં પણ સુધારા કરવામાં આવે તેવી માંગણીને ઓલ ઇન્ડિયા લાઈફ ઇનસ્યોરન્સ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિઆફી દ્વારા સમગ્ર દેશભરમાં 1 સપ્ટેમ્બર 2022થી 90 દિવસ સુધી LIC દેશવ્યાપી અસહકાર આંદોલનમાં 14 લાખ જેટલા એજન્ટો જોડાયા છે. આ આંદોલનના ભાગરૂપે મોડાસા બ્રાન્ચના તમામ એજન્ટો દ્વારા બેઠક યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલિસી ધારકો અને એજન્ટોની માંગણીઓ સંતોષવા માટે LIC સામે એજન્ટો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી
પોલિસી ધારકો અને એજન્ટોની માંગણીઓનું ચાર્ટર રજુ કરી આંદોલનને સમર્થન આપ્યું હતું. આ એજન્ટો દ્વારા તેમના જોઈન્ટ એક્શન કમિટી ઓફ લાઈફ ઇન્શ્યોરન્સ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેનના આદેશથી માંગણીઓનું એક ચાર્ટર રજુ કરાયું હતું. જેમાં પોલિસી ધારકો માટે, એજન્ટો માટે અને LIC માટેની માંગણીઓ દર્શાવી હતી. મુખ્યત્વે માંગણીઓમાં પોલિસી ધારકોને બોનસમાં વધારો, પોલિસી લોન અને અન્ય વ્યવહારો પર વ્યાજના દરમાં ઘટાડો, વીમા પોલિસી પર GST હટાવો, પોલિસીને ફીડબેક મેળવવા માટે રેટિંગ તેમજ અન્ય માંગણીઓ જણાવી હતી. તેમજ એજન્ટો માટે એજન્ટ વેલ્ફેર ફંડ બનાવવું, ગ્રુપ ટર્મ ઇન્શ્યોરન્સમાં વધારો કરવો એજન્ટો માટેની ગ્રેજ્યુઈટીમાં વધારો કરો અને આ વ્યવસાયને પ્રોફેશનલ જાહેર કરો તેવી અનેક માંગો કરાઈ હતી. તેમજ એજન્ટો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આ માંગણીઓને પૂરી કરવામાં આવશે નહિ તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...