• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • After Unbearable Heat In Malpur, Meghraj, Bhiloda, Shamlaji Sub divisions Of The District, The Rain Has Cooled Down, The Farmers Are Happy.

અરવલ્લીમાં વરસાદ ખાબક્યો:જિલ્લાના માલપુર, મેઘરજ, ભિલોડા, શામળાજી પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અરવલ્લી (મોડાસા)7 દિવસ પહેલા
  • ખેડૂતો એ જે વાવેતર કર્યું હતું તેને જીવતદાન મળ્યું

અરવલ્લી જિલ્લામાં સમી સાંજે વરસાદી વાતાવરણ છવાયું જિલ્લાના માલપુર મેઘરજ નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો એ જે વાવેતર કર્યું હતું તેને જીવતદાન મળ્યું. માલપુરના નાથાવાસ વિરણીયા કુંભેરા ગોઢકંપામાં વરસાદ ખાબક્યો હતો. આસપાસના ખાબોચિયા પણ ભરાયા હતા. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

અરવલ્લી જિલ્લામાં આ સિઝનનો સારો એવો વરસાદ પડ્યો છે. ત્યારે આજે સાંજના સમયે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદનો માહોલ સર્જાયો હતો. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગઈકાલે પણ અરવલ્લી જિલ્લા પંથકમાં સારો એવો વરસાદ પડ્યો હતો. જેથી અરવલ્લી જિલ્લાનાં ખેડૂતોને આ વર્ષે ​​​​​​​ખેતીમાં સારો એવો પાક થશે એવી આશા ઉદભવી છે.

અન્ય સમાચારો પણ છે...