1 કલાકમાં 1 ઈંચ વરસાદ:અરવલ્લી જિલ્લામાં બે દિવસ બાદ ફરી વરસાદની શરૂઆત, ભિલોડા સહિત આસપાસના ગામડાઓ ધોધમાર વરસાદ

અરવલ્લી (મોડાસા)2 મહિનો પહેલા
  • હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે
  • શામળાજી પંથકમાં વહેલી સવાર થી વરસાદી માહોલ જામ્યો છે

આજે વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં અરવલ્લી જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે ખાસ કરીને ભિલોડા તાલુકા માં અને યાત્રાધામ શામળાજી પંથક માં વરસાદ ની શરૂઆત થઈ છે ભિલોડા નગર સહિત લીલછા, માંકરોડા,ખલવાડ , મલાસા , ભવનાથ સહિત ના ગામો માં ધોધમાર વરસાદ ખાબક્યો છે ભિલોડા નગરમાં 1 કલાક માં 1 ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે ગ્રામ્ય વિતારો માં એનાથી પણ વધારે વરસાદ ખાબક્યો છે ખેતરોમાં પાણી ભરાયા છે ભિલોડા નગર ના ગોવિંદનગર સ્ટેટબેંક વિસ્તાર માં પણ પાણી ભરાયા છે યાત્રાધામ શામળાજીમાં પણ ધીમીધારે વરસાદ ની શરૂઆત થઈ છે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ છે એટલે વરસાદની શકયતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...