• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • After The Rain, Three Feet Deep And Five Feet Wide Mudslides Occurred Near The Green Boards, Alleging Substandard Functioning Of The System.

તંત્રની કામગીરી સામે સવાલો:વરસાદ બાદ લીલછા પાટિયા પાસે ત્રણ ફૂટ ઊંડા અને પાંચ ફૂટ પહોળા ભુવા પડ્યા, તંત્રની હલકી ગુણવત્તા વાળી કામગીરી હોવાનો આક્ષેપ

અરવલ્લી (મોડાસા)13 દિવસ પહેલા
  • તંત્રની મિલી ભગતના કારણે પ્રજાના પરસેવાથી પેદા કરેલા ટેક્સના નાણાંનો વેડફાટ - સ્થાનિક

ભિલોડા ઇડર હાઇવે પર લીલછા પાટિયા પાસે પહેલા જ વરસાદે મસમોટા ભુવા પડ્યા છે. રસ્તાની એક બાજુએ ત્રણ ફૂટ ઊંડા અને પાંચથી છ ફૂટ પહોળા ઊંડા ખાડા પડી ગયા છે. થોડા સમય પહેલા જ બનેલા ડામર રોડમાં હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના કારણે વારંવાર ભુવા પડવાની ઘટના સામે આવે છે.

ભિલોડા-ઈડર રોડ પર પડેલા ભુવા પુરવામાં આવે એવી માંગ
સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાકા રસ્તાઓ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફળવાતું હોય છે. ત્યારે આ રસ્તાની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવાના કારણે રસ્તા તૂટી જાય છે ત્યારે તંત્રની પોલ ખુલવા પામે છે એવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓ અને તંત્રની મિલી ભગતના કારણે પ્રજાના પરસેવાથી પેદા કરેલા ટેક્સના નાણાંનો વેડફાટ થતો જોવા મળે છે એવી ચર્ચાઓ લોકોમાં જોવા મળી છે, ત્યારે તંત્ર દ્વારા ભિલોડા-ઈડર રોડ પર પડેલા ભુવા પુરવામાં આવે એવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...