ધોધ વચ્ચે મેગીની મજા:ભારે વરસાદ બાદ ઝાંઝરી ધોધ પ્રવાસીઓથી ઉભરાયો, કોઈકે મિત્રો સાથે મોજ-મસ્તી કરી, તો કોઈ સેલ્ફી લેવામાં મગ્ન

અરવલ્લી (મોડાસા)19 દિવસ પહેલા
  • વાત્રક નદીમાં પાણી આવે ત્યારે ત્યાંના પથ્થરો પરથી ફોર્સથી પાણી નીકળે છે
  • ઝાંઝરી ધોધને ભોગીયા ધરા અથવા સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે
  • અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ જિલ્લામાંથી લોકો આવે છે

અરવલ્લી જિલ્લામાં ભિલોડાના સુનસર ધોધ પછી બાયડ-દહેગામ રોડ પર આવેલા ઝાંઝરી ગામે વાત્રક નદી પર ખૂબ સુંદર ધોધ વહે છે. જેનો કુદરતી નજારો માણવા માટે આ ચોમાસામાં પણ દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડ્યા છે. આ નદી પર કુદરતે રચના જ એવી કરેલી છે કે જ્યારે જ્યારે ઝાંઝરીની વાત્રક નદીમાં પાણી આવે ત્યારે ત્યાંના પથ્થરો પરથી ફોર્સથી પાણી નીકળે છે અને એ કુદરતી ધોધ બનીને નદીમાં વહે છે. જેના પગલે ધોધનો સુંદર નજારો જોવા મળે છે.

પ્રકૃતિના ખોળે વહેતા આ ધોધનો નજારો માણવા લાયક
પ્રકૃતિના ખોળે વહેતા આ ધોધનો નજારો માણવા લાયક

નદીમાં પાણી આવ્યા પછી આ ધોધ પુરબહારમાં વહેતો થાય છે
ચોમાસાની શરૂઆત થતાં જ જાણે વિવિધ પ્રાકૃતિક સ્થળોનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે ઝાંઝરી ગામની વાત્રક નદી પરના પ્રકૃતિના ખોળે વહેતા આ ધોધનો નજારો માણવા લાયક છે, જે વર્ષોથી પ્રખ્યાત છે. ચોમાસામાં નદીમાં પાણી આવ્યા પછી આ ધોધ પુરબહારમાં વહેતો થાય છે. પછી ખાસ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે આવતા હોય છે અને ધોધનો નજારો માણીને નદીમાં સ્નાન કરતા હોય છે.

કોઈ ધુબાકા મારતું નજરે પડ્યું, કોઈએ ફોટા પાડવાની મજા માણી
કોઈ ધુબાકા મારતું નજરે પડ્યું, કોઈએ ફોટા પાડવાની મજા માણી

ઝાંઝરી બસ સ્ટોપથી નદીના પટમાં ત્રણ કિલોમીટર ચાલવું પડે છે
સહેલાણીઓ ખાણી પીણીના પદાર્થો સાથે લઈને આવતા હોય છે અને સ્નાન કરતાં કરતાં ચટાકેદાર નાસ્તાની લિજ્જત માણતા હોય છે. આ ધોધ સુધી જવા માટે ખાસ ઝાંઝરી બસ સ્ટોપથી નદીના પટમાં ત્રણ કિલોમીટર ચાલવું પડે છે, પ્રવાસીઓ માટે કોઈ સગવડ નથી. નદી વિસ્તાર છે તો પ્રવાસી માટે કોઈ શૌચાલય કે પીવાના પાણીની સગવડ નથી.

લોકો પરિવાર સહિત ધોધની મજા માણવા ઉમટી પડતા હોય છે
લોકો પરિવાર સહિત ધોધની મજા માણવા ઉમટી પડતા હોય છે

ધોધને ભોગીયા ધરા અથવા સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે
આ ઝાંઝરી ધોધને ભોગીયા ધરા અથવા સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભૂતકાળમાં હજારો યુવાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે પ્રવાસીઓના પ્રોટેક્શનને લઈને કોઇ વ્યવસ્થા નથી. આ સ્થળની જાગૃતિ માટે કોઈ જ વ્યવસ્થા નથી. જેથી મજા માણતા સજા ના થાય એ અંગે પણ તંત્રએ તકેદારી રાખવી જોઈએ એવી પ્રવાસીઓની માગ છે.

ધોધ ભોગીયા ધરા અથવા સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે
ધોધ ભોગીયા ધરા અથવા સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે
અન્ય સમાચારો પણ છે...