કૃષિ:અરવલ્લીમાં ચાર દિવસ બાદ વાતાવરણમાં ઉઘાડ નીકળતાં ખેડૂતો પાક બચાવવા લાગ્યા

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
માલપુર પંથકના ખેડૂતોએ રહ્યો સહ્યો બચાવવા મથામણ શરૂ કરી છે - Divya Bhaskar
માલપુર પંથકના ખેડૂતોએ રહ્યો સહ્યો બચાવવા મથામણ શરૂ કરી છે
  • પાછોતરા વરસાદના કારણે ખરાબ થઈ ગયેલી મગફળીને બચાવવા મથામણ

મોડાસા માલપુર ધનસુરા અને ભિલોડા પંથકમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના મગફળીમાં વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી અને વાદળછાયા વાતાવરણ બાદ ઉઘાડ નીકળતા ખેડૂતોએ વરસાદથી નુકસાન થતાં રહ્યો સહયો મગફળીનો પાક બચાવવા મથામણ શરૂ કરી છે.

જિલ્લામાં ચોમાસુ સિઝન દરમિયાન 55000 હેક્ટર કરતાં વધુ જમીનમાં મગફળીની વાવણી થઈ હોવાનું નોંધાયું છે. જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ 20 મી જૂન અગાઉ વાવણી કરેલ મગફળી નો પાક નવરાત્રી અગાઉ જમીનમાંથી બહાર કાઢ્યો હતો દરમિયાન મોડાસા તાલુકાના ઉત્તરમાં આવેલા ગ્રામ્ય વિસ્તાર તેમજ માલપુર તાલુકાના ઉભરાણ અને બાયડ ના ગાબટ પંથકમાં તેમજ ધનસુરા અને ભિલોડા તાલુકામાં પાછોતરો વરસાદ થતાં ખેડૂતોને નુકસાની ભોગવવાની નોબત આવી છે.

જોકે ખેડૂતોએ પાક વીમો ચૂકવવા માટે પણ માગણી કરી છે જિલ્લામાં પાંચ દિવસ બાદ સતત વાદળછાયુ વાતાવરણ અને વરસાદી માહોલ બાદ વાતાવરણમાં ઉઘાડ નીકળતાં ખેડૂતોએ રહ્યો સહયો મગફળીનો પાક બચાવવા મથામણ શરૂ કરી છે. મોટાભાગની મગફળી વરસાદના કારણે પલળી જતાં કોહવાઈ ગઈ હોવાની અને મગફળી કાળી પડી ગઇ હોવાની ખેડૂતોની બૂમ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...