મોડાસા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને ભાજપે 10 વર્ષ બાદ બહુમતીથી બેઠક કબજે કરી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પાતળી સરસાઈથી પરાજયનો સામનો કર્યો હતો. ક્ષત્રિય ઠાકોર મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર ભાજપે પુન :2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભીખુસિંહ પરમારને ચૂંટણી મેદાનમાં ઉતારીને નવો દાવ ખેલ્યો હતો. ભાજપે આ બેઠક કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. જોકે કોંગ્રેસે પણ પુનઃ રાજેન્દ્રસિંહ ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા મોડાસા વિધાનસભા બેઠક સતત બે ટર્મથી એટલે કે છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો.
આ બેઠક કોંગ્રેસ ભાજપ આપ અને અપક્ષ સહિત અન્ય નાની મોટી પાર્ટીના 12 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું મોડાસા બેઠક ઉપર ભાજપે બહુમતીથી એટલે કે 34541 મતોની લીડથી જીત હાસિલ કરતાં કોંગ્રેસને 10 વર્ષ બાદ કારમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનો ગઢ ગણાતી મોડાસા વિધાનસભા બેઠક કબજે કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જાહેર સભા કરી હતી. પ્રધાનમંત્રીએ જાહેર સભામાં ઉપસ્થિત લોકોને ઘરે વડીલો અને માતા બહેનોને નરેન્દ્ર ભાઈના પ્રણામ પાઠવવા અપીલ કરી હતી. જો કે છેલ્લે મોડાસા શહેરમાં સ્મૃતિ ઇરાની નો રોડ શો પણ યોજાયો હતો. આ બેઠક પર કોંગ્રેસના દિગ્જોએ પણ સભા કરતાં છતાં તેઓ આ બેઠક જીતવામાં અસફળ રહ્યા છે.
વર્ષ-2022નું પરિણામ | |
ભાજપ ભીખુસિંહ પરમાર | 97523 |
કોંગ્રેસ રાજેન્દ્રસિંહ ઠાકોર | 62982 |
આપ રાજેન્દ્રસિંહ પરમાર | 14102 |
નોટા | 2576 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.