ધરપકડ:મોડાસાના અણદાપુરમાંથી ચોરીનો ફરાર આરોપી ઝબ્બે

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલોદ પંથકમાં ચોરી કરી એક વર્ષથી ફરાર હતો

તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીનો ગુનો આચરી છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને બાતમીના આધારે એસ.ઓ.જીએ મોડાસાના અણદાપુરમાં તેના ઘરેથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન એએસઆઈ દોલતસિંહને બાતમી મળી હતી કે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીનો ગુનો આચરીને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી મંગાજી પુંજાજી બામણીયા મોડાસાના અણદાપુર પોતાના ઘરે હોવાની માહિતીના આધારે એસઓજીની ટીમે રેડ કરી છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી તલોદ પોલીસના હવાલે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...