ધરપકડ:ઠગાઇ અને લૂંટના ત્રણ ગુનાનો ફરાર આરોપી મોડાસાથી ઝબ્બે

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર ગુના આચરી છેલ્લા 4 વર્ષથી નાસતો ફરતો હતો

વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન તથા નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ તથા છેતરપિંડી જેવા જુદા જુદા ગંભીર પ્રકારના ગુનામાં 4 વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને મોડાસા ટાઉન પોલીસે ઝડપી લીધો હતો.

મોડાસા ટાઉન પીઆઇ બી.કે.ભારાઇની સૂચનાથી ટાઉન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ કે વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન તથા નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ તેમજ છેતરપિંડી સહિતના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી અર્જુનભાઇ બાબુભાઇ મારવાડી સલાટ (29) મૂળ રહે- મોડાસા સર્વોદયનગર ડુંગરી સલાટવાસ તા-મોડાસા, હાલ રહે-સેવાલીયા તા-ઠાસરા જી-ખેડા મોડાસા સર્વોદયનગર ડુંગરીમાં આવવાનો હોવાની બાતમી આધારે ટાઉન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...