જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે, એમ ચૂંટણી જંગ રોચક બનતો જાય છે. ત્યારે આજે 31-મોડાસા વિધાનસભા બેઠક માટે આપમાંથી રાજેન્દ્રસિંહ પરમારે નામાંકન ભર્યું હતું.
મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી યોજી
બીજા ચરણ માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં હવે બે જ દિવસ બાકી છે. ત્યારે આજે મોડાસા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીમાંથી પ્રો.રાજેન્દ્રસિંહ પરમારે પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં રેલી યોજી અને વાજતે ગાજતે રેલી મોડાસા કલેક્ટર કચેરી પહોંચી હતી. જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારીને સોગંધવીધી કરી ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ત્યારબાદ રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં ભાજપ, કોંગ્રેસ બંનેને જનતાએ અજમાવી જોયા છે, છતાં બેકારી, મોંઘવારીથી લઈ તમામ સમસ્યાઓ ઠેરની ઠેર છે. ત્યારે પ્રજાજનોએ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપી વિજયી બનાવવાનું મન બનાવ્યું છે અને જીત નિશ્ચિત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.