'આપ'નો ભાજપ પ્રહાર:મોડાસા ટાઉનહોલ પાસે આમ આદમી પાર્ટીની માહિલા કાર્યકર્તાઓએ વધતી જતી મોંઘવારીના મુદ્દે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો

અરવલ્લી (મોડાસા)11 દિવસ પહેલા

એક તરફ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી દ્વારા પણ લોકોના માનસ પટ રહેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે મોડાસા ટાઉનહોલ ખાતે આપની મહિલા કાર્યક્રતાઓ દ્વારા મોંઘવારીને લઈ ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા.

મોડાસા ચાર રસ્તા પર આવેલા ટાઉનહોલ ખાતે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યક્રતાઓ એકઠી થઈ હતી અને વધતી જતી મોંઘવારીને લઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. હાથમાં પ્લે કાર્ડ રાખી ગેસના વધતા ભાવ, ખાદ્યચીજ પર જીએસટી જેવા અનેક મુદ્દાને લઈ દેખાવો યોજ્યો હતો. હાલ વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે આવા સમયે જાહેર વિરોધ દર્શન કાર્યક્રમથી મોડાસા વિધાનસભા મતવિસ્તારમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...