મોડાસાની સૌથી મોટી ગણાતી ટીંટોઈ પં.માં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજુબાજુના 18 કરતાં વધુ ગામડાના 2176 લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન લોકોન ધસારો વધતા મામલતદાર ગઢવીએ વધુ 7 દિવસ આધારકાર્ડ કેમ્પ શરૂ રાખવા સૂચના આપી હતી.
ટીંટોઈમાં સેવાસેતુમાં વિવિધ 49 સરકારી યોજનાઓનો લાભ આપવા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટીંટોઇ સરપંચ અ.કાદર ટીંટોઈયા ઉપસરપંચ પ્રદીપ કુમાર આર પટેલ તેમજ પં. સદસ્ય અને મોડાસા ભાજપા સંગઠન ઉપ.પ્રમુખ કેયુરકુમાર સુરેશભાઈ પટેલ તલાટી એ જી પટેલ તેમજ ગામના સામાજિક અગ્રણી પ્રહલાદસિંહ બી ચંપાવત મયુરધ્વજ સિંહ બી ચંપાવત જિલ્લા પંચાયત સદસ્ય વીણાબેન ખરાડી તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબા ડી ચંપાવત અને સોલંકી રાહુલ કચરાભાઈ સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ટીંટોઈ તેમજ આજુબાજુના ગામડાંના 2176 જેટલા લાભાર્થીઓએ વિવિધ યોજનાનો લાભ લીધો હતો. આ સેવાસેતુ દરમ્યાન આધારકાર્ડ સંબંધિત યોજનામાં અરજદારોનો ધસારો વધુ હોવાથી મામલતદારે આધારકાર્ડ અપડેટ અને સુધારણા માટે વધુ 7 દિવસનો આધાર કાર્ડ કેમ્પ શરૂ રાખવાના સૂચન કરતા ગ્રામજનોમાં આનંદની લહેર પ્રસરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.