શામળાજી પાસે ભવાનપુર બેચરપુર કોલોની વચ્ચે સિંગલ રોડ ઉપર પસાર થઈ રહેલો યુપીનો યુવાન બાઇક પરથી નીચે પટકાતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું. ભવાનપુર મહાદેવ હોટલ પાછળ રહેતા અને ઉત્તરપ્રદેશથી છેલ્લા એક સપ્તાહથી માર્બલ સગડીઓનું ગામેગામ ફરીને વેચાણ કરવા આવેલ 28 વર્ષીય પ્રશાંતકુમાર બચુસિંહ નાયક શામળાજી પાસેના ભવાનપુર બેચરપુરા કોલોની તરફના સિંગલપટ્ટી રોડ ઉપરથી બાઇક નંબર યુપી 87q 3840 લઈને પસાર થઈ રહ્યો હતો.
તે દરમિયાન પોતાના કબજાના વાહનને પૂરપાટ ઝડપે અને બે ફિકરાથી હંકારતાં તે મોટરસાયકલ ઉપરથી નીચે પટકાયો હતો આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સામ્રાજ્ય હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં વધુ સારવાર માટે તેને હિંમતનગર ખસેડાયો હતો જ્યાં ફરજ ઉપરના તબીબે તેને મૃતજાહેર કર્યો હતો આ અંગે ભુપેન્દ્રસિંહ શંકરસિંહ વણઝારા રહે. ભોગનીપુર તા. પોખરાયા કાનપુર દેહાંત ઉત્તરપ્રદેશ હાલ રહે મહાદેવ હોટલ પાછળ ભવાનપુરે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રશાંતકુમાર બચુસિંહ નાયક (28) રહે. હીરાપુર કાંસગંજ કાનપુર દેહાંત ઉત્તરપ્રદેશનો અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.